ડૂસકે ચડ્યું ઘર
ડૂસકે ચડ્યું ઘર


ડૂસકે ચડ્યું ઘર,
બારી- બારણાં ધ્રૂજે થર થર,
મૃત્યુ લઈ જશે એક જીવન,
કે,જીતશે 'જીવ' જીવન,
કોને ખબર છે, બધા બેખબર,
કર્મ છે કે સ્વાર્થમાં પડ્યો પામર,
કરી લીવો સિદ્ધ સ્વાર્થ, સૌને અહીં,
ન મળે નિ:સ્વાર્થી જગમાં કોઈ,
જિંદગી કાઢે, સ્ત્રી બિચારી રોઈ,
કેવો વિચિત્ર આ સંસાર છે !
બળિયો, ફાવ્યો એનો કાળો કેેેર છે,
નિર્બળ પર અત્યાચાર છે,
બહાર ક્યાં જાવું શોધવા રણ ?
છે આંખોમાં વિસ્તરેલું આ રણ,
હા, વાંક તમારો નથી કે,
ખોવાયું મારું જીવન,
હતાં એ મારી સંસ્કૃતિનાં આવરણ,
ક્યાં સુધી રહે અશ્રુનો સમંદર,
આ પાંપણનાં પડ પર,
હશે કેવો વિચિત્ર નિયમ ?
વહે નહીં, રહે નહીં ચહેરા પર.