હું રજસ્વલામાં બેઠી
હું રજસ્વલામાં બેઠી


મા,.....
હું રજસ્વલામાં બેઠી ને,...
થયાં દસ વરસ.......
મને પરણાવો,
મા,....
મને - "મા" બનવાની તરસ.
નારી છું હું.
ના કહું, મનની વાત.
બા - બાપુને.
સંસારનાં સ્વપ્ન સજાવું,
ને, કહું પ્રભુને,
સૂકા ઝાડ પર,
ફળ ન આવે સરસ,
મા,.....
હું, રજસ્વલામા બેઠી ને,
થયાં દસ વરસ........
સ્ત્રી થઈને,
સ્ત્રીને જન્મ દેવાનો હરખ,
સંસાર અને સ્ત્રીની-
ચિંતા મને હર વખત.
મારી દીકરીને,-
દીકરાને જન્મ આપું,
એવી હું ન થાવ સખત,
કાનુન બન
ાવો એવો.
દરેક "મા" એ,
દીકરીને જન્મદ દેવો,
સ્ત્રી વગરનો,
જોખમાય સંસાર,
આવ્યો વખત એવો,
મા,.....
હું, રજસ્વલામાં બેઠી ને,
થયાં દસ વરસ..........
દેવો જન્મ દીકરાને,
એ કામ સ્વાર્થનું,
દીકરીનો કરવું કન્યાદાન,
એ કામ પરમાર્થનું,
વિચારવું,કલ્યાણ-
મારું ને મારુ.....
પોતાનાં પરિવારનું,
ન વિચારો તમે,
વિચારો તમે....
વિશ્વ પરિવારનું,
મા,.....
હું, રજસ્વલામાં બેઠીને,
થયાં દસ વરસ,
મને પરણાવો,
મન તો,
દીકરીની "મા"બનવાની તરસ.