મળતું
મળતું
1 min
112
સમયનું ચક્ર ફર્યા કરતું,
કોઈ દૂરથી આવી મળતું,
કોઈની સ્મૃતિ થઈ આવે ને,
સ્મરણો જાગી ઊઠે,
સ્મિતથી દુઃખ દૂર સરતું,
કોઈ દૂરથી આવી મળતું,
આંખમાં અશ્રુ આવે,
અહેસાસ બની એ શ્વાસમાં ભળતું,
કોઈ દૂરથી આવી મળતું,
સૂર્ય સરતો જાય,
સંભળાય છે, મૌન મને મારા નામનું,
ભલેને અદ્રશ્ય હોય, કોઈ સાદ કરતું,
તોય જીગર એને અહેસાસ કરતું,
કોઈ દૂરથી આવી મળતું,
સમયનું ચક્ર ફર્યા કરતું.
