કવિતા અને સૂર
કવિતા અને સૂર

1 min

120
લતા તે તો કમાલ કરી,
મારી કવિતાને પ્રાણ પુરી,
ગીત કવિતા લખી થયો હું ચૂપ,
તે તારા અવાજની આપી હૂંફ,
શબ્દોને કવિતારૂપી કાયા આપી મેં,
અમર કરી કવિતાને, પુરી જાન તે,
બંધ પુસ્તકમાં બેઠા હતાં, કવિતા અનેેે ગીત,
બની ગયો તારો અવાજ એનો મીત,
સંગીતની દુનિયામાં, જીવવાની આપી તે રીત,
નીકળ્યા જો, તારા હોઠેથી કવિતા નેે ગીત,
થઈ અમર ને સાહિત્યમાંં મેળવી જીત,
લખે કવિ, 'કવિતા' ને લખે 'ગીત',
કોકિલ કંઠી લતા ને મળે જીત.