મિલન આપણું
મિલન આપણું
ક્યાં હું ને, ક્યાં તું ?
શક્ય ક્યાં હતું મિલન આપણું,
રહેવું મારુ ગામડે,
વસવાટ તારો મોટા શહેરમાં,
વિરોધી જો ને ! એકબીજાનાં,
ગામડાને ગમે નહીં શહેર,
ગમે નહીં, શહેરને ગામડું,
કેમ થાય મિલન આપણું ?
હશે પરભવની લેણ દેેણ,
જો ને, મળ્યાં હું અને તું,
છોડ નકશાનાં વિસ્તારને,
આ ધરતીને,આ આકાશ આપણું,
જીવવું સાથેે, મરવું સાથે,
આ કબર ને આ જગત આપણું,
નીકળે, ભવોભવની લેણ- દેણ,
મળશું હરભવ આ જગ આપણું,
ભલે ! ન નીકળે પ્રેમ,
કે ન નીકળે નફરત,
નીકળે જો લેણ - દેણ,
મળવું ને મળવું,
શક્ય છે આપણું,
આ નર્ક ને આ સ્વર્ગ આપણું,
હોય સ્થળ ગમે તે,
હશે ભાગ્યમાં મિલન આપણું,
તો મળશું, જરૂર મળશું,
આ યમલોક ને આ મૃત્યુલોક આપણું.