STORYMIRROR

Nirav Rajani "शाद"

Romance Others

4  

Nirav Rajani "शाद"

Romance Others

રાખશો

રાખશો

1 min
264

ક્યાં સુધી ચિત્કાર ભીતર રાખશો ? 

આગમાં પણ આપ સરવર રાખશો ?


જે થતી વાતો મને તો યાદ છે, 

એ મિલનમાં આપ ખંજર રાખશો ?


રાઝ સઘળાં મેં કહ્યા'તાં જાણજે, 

રાઝ શું એ આપ અંદર રાખશો ?


પ્રેમ બદલ્યો એક તણખાથી તમે, 

ઝેરમાં પણ આપ અત્તર રાખશો ?


'શાદ' તો નિર્દોષ મનનો છે છતાં, 

જાણતા પણ આપ અંતર રાખશો ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance