મનગમતું
મનગમતું
લોકો મને કહે છે કે હું ગાંડી થઈ ગઈ છું,
કદાચ તારા પ્રેમનીજ આ અસર છે,
કે હું શાયર થઈ ગઈ છું.
આ શરમાળ છોકરી ચહેરો ઊંચો કરીને,
કોઈની સામે પણ નહતી જોતી,
પણ તારી એક જ નજરથી ઘાયલ થઈ ગઈ છું.
આ વાતોડી છોકરી જે બકબક કર્યા જ કરતી,
એ પોતાના મિત્રો ને "કહેવા માટે કઈ નથી"
કહીને તારા વિચારોમાં મગ્ન થઈ રહી છું.
હવે મારા આ પ્રેમનો શુ અંત આવશે,
એ તો રામ જાણે, હાલ તો આ,
એક તરફી પ્રેમની હું મજા લઈ રહી છું.

