STORYMIRROR

PRAVIN PATEL

Romance

4  

PRAVIN PATEL

Romance

તારા શમણાં

તારા શમણાં

1 min
156

ક્યાં ખોવાઈ ગઈ તું હમણાં હમણાં,

નિશામાં પણ ન આવે તારા શમણાં !


સૂરજ ઊગે ન ઊગે, તું નિત રે ઊગતી,

પ્રેમ પ્રકાશ મુજ જીવને રે પાથરતી !


ક્યાં ખોવાઈ ગઈ તું હમણાં હમણાં..

ઉષા અજવાળે બની ઠની દર્શન દેતી,

મન મારૂં તુજ મૂરતમાં મોહિત કરતી !


ક્યાં ખોવાઈ ગઈ તું હમણાં હમણાં....

કોયલ ચહેકે એ પહેલાં તું ચહેકતી ને

મુજ ઉર ઉપવને મીઠો કલશોર કરતી !


ક્યાં ખોવાઈ ગઈ તું હમણાં હમણાં...

આજ નહીં તો કાલ આવશે દિલરાણી,

એ આશાએ ખુલ્લી રાખી છે ઉરબારી !


ક્યાં ખોવાઈ ગઈ તું હમણાં હમણાં...

ઝંખે તુને જોવા હૃદય બિચારુ વિરહી,

કાન્તાસુત નેણ ઝંખે દર્શન કાજે હે ! ગોરી !


ક્યાં ખોવાઈ ગઈ તું હમણાં હમણાં,

નિશામાં પણ ન આવે તારા શમણાં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance