Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

PRAVIN PATEL

Romance

4  

PRAVIN PATEL

Romance

ક્યાં ખોવાઈ ગઈ તું

ક્યાં ખોવાઈ ગઈ તું

1 min
332


ક્યાં ખોવાઈ ગઈ તું હમણાં હમણાં,

નિશામાં પણ ન આવે તારા શમણાં !


સૂરજ ઉગે ન ઉગે, તું નિત રે ઉગતી,

પ્રેમ પ્રકાશ મુજ જીવને રે પાથરતી !


ઉષા અજવાળે બની ઠની દર્શન દેતી,

મન મારુ તુજ મૂરતમાં મોહિત કરતી !


કોયલ ચહેકે એ પહેલાં તું ચહેકતી ને

મુજ ઉર ઉપવને મીઠો કલશોર કરતી !


આજ નહીં તો કાલ આવશે દિલરાણી,

એ આશાએ ખુલ્લી રાખી છે ઉરબારી !


ઝંખે તુને જોવા હૃદય બિચારુ વિરહી,

કાન્તાસુત નેન ઝંખે દર્શન કાજે હે ! ગોરી !


ક્યાં ખોવાઈ ગઈ તું હમણાં હમણાં,

નિશામાં પણ ન આવે તારા શમણાં !


Rate this content
Log in