પ્રેમકથા
પ્રેમકથા
વરસી રહ્યો છે વરસાદ અનરાધાર,
હૈયું હરખી રહ્યું છે મુશળધાર,
ભીતર આંખલડી વરસી રહી,
જાણે કોઈની યાદમાં તરસી રહી,
વર્ષોથી થીજી હતી લાગણી બરફની જેમ વાદળમાં,
પીગળી છે હવે એકસામટી આજે તારી આંખોમાં,
શમણાં સજાવ્યાં મેં હવે નવી શરૂઆતના,
મનથી મન મળ્યાં છે આજે ભવભવના,
મિલન થયું સ્નેહભર્યું જાણે વહી રહ્યું ઝરણું,
હાથ મળ્યાં આજે ને ખીલ્યું ગુલાબ પ્રેમનું,
કદી ના થાય વિયોગ આ પ્રીતનો એવી છે મહેચ્છા,
સદીઓ સુધી ચાલતી રહે પ્રેમની આ અનોખી કથા.

