રાહ
રાહ
1 min
229
સુકાયેલી નદીઓમાં જાણે પડી છે તિરાડ,
તરુવર પણ લાગી રહ્યા જાણે ભેંકાર,
સૂનમૂન બની ડાળે બેસી રહ્યા છે વિહંગ,
ધરા જાણે રિસાઈને બેઠી છે થઈને બેરંગ,
ગગનનો વિયોગ સહન નથી થઈ રહ્યો હવે,
તરસે છે આંખલડી એને મળવા બધું ભૂલીને હવે,
પહેલાં ટીપાંનો આનંદ માણવા આતુર અમારા નયન,
વરસી જા ધોધમાર મન મૂકીને તો થાશે સ્નેહભર્યું મિલન,
કંઈક અલગ અવાજ છે આજે મોરના ટહુકારમાં,
મીટ માંડીને બેઠા છે લોકો વરસાદની રાહમાં,
યાદ રહેશે જીવનભર આપણા મિલનનો સંગાથ,
ભીંજાઈ જશે હૈયા યુગલોના થશે પ્રેમની શરૂઆત.
