STORYMIRROR

Vijita Panchal

Drama

4  

Vijita Panchal

Drama

સોનેરી સવાર

સોનેરી સવાર

1 min
398

રાત્રિના પ્રથમ પ્રહરમાં અંધકાર ભરેલી હતી વાદળી,

સોનાના કિરણોથી ઊગી છે હવે સવાર સોહામણી,


નયનપટ પર છવાઈ હતી એક ઝાંખપ,

રેલાઈ ગઈ છે હવે ઝાકળબિંદુથી ટાઢક,


સૂનકાર વર્તાયો હતો રાતના અંધારામાં,

ધીમે પગલે આવી સુગંધ સવારના અજવાળામાં,


કાળું ડીબાંગ એક વાદળ પહોચ્યું આંખોની સામે,

કોયલના મધુરાં કંઠનો અવાજ આવ્યો રૂડી પ્રભાતે,


શ્વેત ચંદ્રમાનું સૌંદર્ય લલચાવી રહ્યું હતું સપનામાં,

સોનેરી સૂરજ ઊગ્યો છે બારણે મારા આંગણામાં,


ભૂલીને રાત અંધારાને ખંખેરી નવી દિશા પ્રસરાઈ,

અજવાસને બાથ ભીડી વાદળને હસાવી ઊગે છે રવિ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama