વરસાદી યાદ
વરસાદી યાદ
વાદળનો ગડગડાટ ને વીજળીનો ચમકાર,
મનમાં સંભળાતી હતી તારી ને મારી ઝણકાર,
પહેલાં વરસાદમાં ભીંજાયું આ હૈયું મારું,
પહેલી નજરે આંખ મળી ને થયું મિલન અમારું,
વરસતાં રહ્યાં એકબીજામાં ઓતપ્રોત થઈને,
હેલી વરસી રહી હતી આંખમાં આંખ પરોવીને,
એક છત્રીમાં સાથે ચાલ્યાં હતાં ક્યારેક આપણે,
પલળ્યા હતાં મન મૂકીને ક્યાંક દિલનાં ખૂણે,
ટીપે ટીપે તરસે છે નયન મારા તને જોવા,
હૂંફાળી તારી યાદ આવી રહી મારા અંતરમનમાં,
ક્યાં ખબર હતી કે આ રીતે આવશે વિયોગ,
ભીંજાઈને પણ સૂકાં રહીશું એવો થશે સંયોગ,
આજે ફરી એજ વરસાદ ને સાથે તારી યાદો,
થશે કે નહિં ફરી આપણી મધમીઠી વાતો ?
