STORYMIRROR

Vijita Panchal

Romance

4  

Vijita Panchal

Romance

લાગણી રાખજે

લાગણી રાખજે

1 min
405

લાગણી છે અકબંધ જાળવીને રાખજે,

ના થાય પૂરી તો સાચવીને રાખજે,


વરસાદના ધોધ જેવી વરસતી સદાય,

ઝરમર ટીપાંની જેમ ભીંજવતી રાખજે,


નથી કાળાં વાદળ કે નથી ગાજતી વીજળી,

તો પણ મૌનમાં તારી અંદર મહેકતી રાખજે,


શૂન્યાવકાશ સર્જાયો છે ધબકતાં હૈયામાં,

એક એક ક્ષણમાં તું શ્વાસની જેમ રાખજે,


મીઠાં છે સ્મરણો આપણા યાદગાર મિલનના,

એવી મુલાકાતોની પ્રેમભરી એક યાદ રાખજે,


ગરજતી રહેશે આ લાગણી જીવનભર સાથે,

કડક કે મીઠી રસ્તામાં એક નજર તો નાંખજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance