સમજ
સમજ
ચાલને થોડી સમજ કેળવી લઈએ,
ઝઘડો દૂર મુકી આપણે જીવી લઈએ.
આકાશમાં આપણે પણ ઉડી લઈએ,
ત્યાંથી મનગમતી ક્ષણો માણી લઈએ.
ભાવના ભરેલી એ બધી યાદોને વહેંચી લઈએ,
નોખા શમણાઓને સમજથી સીંચીં લઈએ.
તારુ મારુ છોડીને સમજથી જીવી લઈએ,
ગમતા તારાઓને સાથે આંખોમાં ભરી લઈએ.
આપેલા કોલને સમજથી નિભાવી લઈએ,
હવે એકમેકનો સાથ સમજદારીથી જીવી લઈએ....

