જાદુગરની છડી
જાદુગરની છડી
1 min
172
છડી જાદુઈ લઈને આવ્યો જાદુગર મજાનો,
સાથે લાવે રંગબેરગી ખુશીઓનો ખજાનો,
લાલ બત્તી પીળી બત્તી છડી ઝગમગ થાય,
હજાર જાતનાં કામ કરે પણ થાક ન ક્યારેય ખાય,
કાળાં કપડાં કાળી ટોપી પહેરીને એ આવે,
છડી ઘુમાવી સરસ મજાનાં જાદુ એ બતાવે,
છડી ઉપાડી કહેતો સૌને થઈ જાઓ તૈયાર,
ચાલો મારી સાથે તમને લઈ જાઉં સાગર પાર,
આંખો બંધ કરીને અમે તો પહોંચ્યાં એની સાથે,
સુંદર મજાનાં પરીલોકમાં આવ્યાં છડીની સાથે,
નાનાં ભૂલકાંઓને ગમતી છડી એની પ્યારી,
ટમટમ કરતી આકાશમાં ને બની અમારી વ્હાલી.
