રૂપિયાની કિંમત
રૂપિયાની કિંમત
આળસ ખંખેરી રોપશો બીજ એક નાનું,
ફૂટી નીકળશે સુંદર એક વૃક્ષ મજાનું,
નહિં પામો કંઈપણ વગર મહેનતથી,
ઊગશે સફળતા ઝાડ રૂપે પરિશ્રમથી,
જોઈએ છે સપનામાં રૂપિયાના ઝાડ,
ને કદી નથી કરવી સિક્કાની સંભાળ,
કરો કિંમત સદાય ધનના અધિપતિની,
વેડફો ના એને; નહીં તો જિંદગી નકામી,
ચાદર હોય એટલાં જ પગ કરાય,
લાલચની બલાથી માઈલો દૂર જ રહેવાય,
રૂપિયાનું ઝાડ ઊગી નીકળશે ખેતરમાં,
જ્યારે એક એક પૈસો વાવશો કુંડામાં.
