આવીશને તું ?
આવીશને તું ?
મઝધારે એકલી ઊભી રહી છું હું,
સાદ પાડું તો લેવા આવીશને મને તું ?
ક્યાં સુધી આમ વાટ નિરખતી રહીશ હું ?
વ્હાલનો વરસાદ લઈ પ્રેમથી પામી લે મને તું,
ભૂલી છું હું રસ્તા આપણા સ્નેહમિલનના,
પંથ બતાવીશ તો દોડતી આવી જઈશ હું,
અંધારે ઝબકીને પણ શોધીશ તને જ હું,
મનના સૂના આભમાં અજવાળાં કરીશને તું ?
હિલોળા લેતું હૈયું મારું સાગરના કિનારે,
સમી સાંજે વંટોળિયું બની આવીશને તું ?
થનગને છે દિલ મારું મઝધારે આવીને,
ક્ષિતિજની પેલે પાર મારી સુગંધને પારખી લેજે તું,
હલેસાં માર્યા આ અટવાયેલા વમળો વચ્ચે,
હાથ ધરીશ તો હસીને તારામાં સમાઈ જઈશ હું,
મઝધારે એકલી ઊભી રહી છું હું,
સાદ પાડું તો લેવા આવીશને મને તું ?