STORYMIRROR

Vijita Panchal

Children

3  

Vijita Panchal

Children

નિ:સ્વાર્થ પ્રેમ

નિ:સ્વાર્થ પ્રેમ

1 min
210

હસતાં અમે લડતાં અમે,

જ્યારે મળીએ ઝઘડતાં અમે,


એકબીજાની નજીક રહેતાં ક્યારેક,

ને પળવારમાં છૂટાં થઈ જાતાં અમે,


ઘરમાં ધીંગામસ્તી કરતાં કરતાં,

બારીઓનાં કાચ તોડતાં અમે,


દાદાજીની લાકડી સાથે લઈને,

ગિલ્લી ને દંડા રમતાં અમે,


મમ્મીનું વેલણ ગોળ ગોળ ફેરવીને,

આખા ઘરમાં દોડાવતાં અમે,


પપ્પાના ગુસ્સાનો ક્યારેક શિકાર બની,

પાછાં ભણવા બેસતાં અમે,


દાદીમાની વાર્તા સાંભળતાં સાંભળતાં,

ચાંદના અજવાસમાં સૂઈ જતાં અમે,


જીવનની અઢળક ખુશીઓને ખિસ્સામાં રાખી,

ભાઈ બહેન સાથે મલકાતાં અમે.


Rate this content
Log in

Similar gujarati poem from Children