મને ચકડોળમાં બેસવા દે
મને ચકડોળમાં બેસવા દે
જોને પેલું ચકડોળ સરરર જાય
એ તો ઉપર નીચે થતું જાય.
બા તું મને ચકડોળમાં બેસવા દે, બેસવા દે
તેમાં બેસી જુઓને પેલા વાંદરાભાઈ
એતો કૂદાકૂદ કરે ઉપર ને નીચે કેવા ફરે
બા તું મને ચકડોળમાં બેસવા દે, બેસવા દે
તેમાં બેસે જો ને મજાની ખિસકોલી
એ તો હિંચકા જેમ ઉછળતી કૂદતી
બા તું મને ચકડોળમાં બેસવા દે, બેસવા દે
તેમાં બેસે રંગબેરંગી ઢેલડી
એને બહું ગમે હિંચકાની ચકરડી
બા તું મને ચકડોળમાં બેસવા દે, બેસવા દે
