શાળા અમારી
શાળા અમારી
શાળા અમારી ખુલી ને ખુશી અમારી વધી રે
વેકેશનમાં બહું બહું રમ્યા
રમીરમીને થાક્યા ભાઈ
શાળા અમારી ખુલી ને...!
પ્રજ્ઞાના તો કાર્ડ બોલાવે
વ્હાલા શિક્ષક ગીત સંભળાવે
શાળા અમારી ખુલી ને...!
ક્રિકેટ ખોખો હવે ન ભાવે
નિશાળની રમતો પ્યારી રે
શાળા અમારી ખુલી ને...!
પાટી પેન લઈને સૌ
દોડો દોડો નિશાળે સૌ
શાળા અમારી ખુલી ને...!
મમ્મી પપ્પાને બહું તંગ કર્યા
નોટબુક સાથે રમીએ
શાળા અમારી ખુલી ને...!
