ઉત્સવ મજાનો
ઉત્સવ મજાનો
આવ્યો ઉત્સવ મજાનો
જાણે આનંદનો ખજાનો
ઘેર ઘેર દીવડા પ્રગટાવી
આંગણે રંગોળી સજાવી
આવ્યો ઉત્સવ મજાનો...
નવાં નવાં કપડાં પહેરી
ફટાકડાની મહોર મારી
આવ્યો ઉત્સવ મજાનો...
ઘર આંગણા સ્વચ્છ કર્યા
વાનગીના નવા થાળ ધર્યા
આવ્યો ઉત્સવ મજાનો...
ઘેર ઘેર રામ પધાર્યા
દીવડા ઝગમગ થયા
આવ્યો ઉત્સવ મજાનો...
ભૂલી રાગ દ્વેષ સૌથીએ
પ્રેમની ગંગા વહાવીએ
આવ્યો ઉત્સવ મજાનો...
નવાં વર્ષના વધામણાં
સૌને લાગે સોહામણા
આવ્યો ઉત્સવ મજાનો...
