ફેલાવજે...!
ફેલાવજે...!
કર્મ એવા મહાન તું કરજે
સૌને હસતાં રહેતાં શીખવજે
તારા જીવનની સૌરભ એવી તું ફેલાવજે...!
નડતર રૂપ થઈશ નહીં કયારેય કોઈને
જીવનમાં ઉપયોગી બનીશ હર કોઈને
તારા જીવનની સૌરભ એવી તું ફેલાવજે...!
ઈશ્વરના કામમાં સદા રહીશ આગળ
નહીં કરીશ કોઈની ચાપલૂસી પાછળ
તારા જીવનની એવી સૌરભ તું ફેલાવજે...!
ઈશ્વર તણાં સજીવ હોય સૌ સરખા
એમાં ભેદભાવના કરીશ નહીં તું ડખા
તારા જીવનની એવી સૌરભ તું ફેલાવજે...!
ખોટા કર્મ કરી બરબાદ ન કરીશ પળ
મળે હેત સૌના એવા કર્મ કરીશ પળ પળ
તારા જીવનની એવી સૌરભ તું ફેલાવજે...!
