ચાલો માણસ માણસ રમીયે
ચાલો માણસ માણસ રમીયે
ઈટ્ટા કિટ્ટા એક ઘડીના આવો પાછા મળીયે
જીવતરનાં આ ગીત મધુરાં પ્રેમેથી ગણગણીયે
ચાલો માણસ માણસ રમીયે
કિરણ નાનું અડ્ક્યું ત્યાં તો
ઝાકળ ઊડી જાય
અંધારું ઓગળતા જાણે
મબલખ દીવા થાય
ટમટમ થાતી જ્યોત સરીખા એય ને ઝળહળીયે
ચાલો માણસ માણસ રમીયે
ભેદ ભરમની વાતો ઝીકી
ગોટાળો નવ કરીયે
તારી મા
રી સમજણ સાચી
વાતોમાં વિહરીયે
ફુલ ફોરમની વાતો કરતા
એકબીજામાં ભળીયે
ચાલો માણસ માણસ રમીયે
જ્યાંથી આવ્યા ત્યાંજ જવાના
એજ જગા આહલાદક
નહિં સૂરજ નહિં ચંદ્ર તારકો
સતનું એવું થાનક
અંધારે પણ તરલીયા ની જેમ અમે ટમટમિયે
ચાલો માણસ માણસ રમીયે