મનડું મારું...
મનડું મારું...
મનડું મારું છે ભરેલા વાદળ જેવું...
શબ્દ લખું ને કાગળ ભીનો ભીનો...!
હરખ ઘેલી થઇ દોડ ઈચ્છાની...
ભાગે એ તો આગળ આગળ...!
સ્મિતનો અર્થ પૂર્ણ સમજી નહીં ને...
મારા જ અર્થમાં હું ઝળહળ ઝળહળ..!
વળગણ વળગ્યું તારી પ્રિયનું એવું...
હરપળ થઇ ગઈ તુજમય તુજમય...!
મળ્યું સ્થાન તુજ દિલ મહીં ને...
વહુ ઝરણાં પેઠે ખળખળ ખળખળ...!