Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharmistha Contractor

Drama

5.0  

Sharmistha Contractor

Drama

ચાલ, જીવી લે

ચાલ, જીવી લે

1 min
292


હે મન !

છોડ પરીક્ષા જીંદગીની.

મુક મથામણ મનોસ્થિતિની,


કર સ્વપ્નનું શ્રાધ વિધિવત.

લાગણીઓનું કરી દે તર્પણ.


એક જ તો છે રસ્તો અહીં

શ્વાસ અને ઉચ્છવાસ તણો,

સમજી લે એ ગણિત ધ્યાનથી.


ભારીભરખમ ત્યાગ દલીલો,

છાજિયે ચઢાવ તર્ક સઘળાં.


ખરેખર ના હોય જ્યારે જીવવા જેવું,

ત્યારે જ હોય છે જીવવાપણું.


સ્મરણોને ભરી બાથ,

વિષમ પરિસ્થિતિને

લગાવ દાવ પર.


સમયને તું લે મરોડી.

થોડા એનાં ઘાટ ઘડી લે.


હરહાલમાં માંડ તું જીવવા,

હે મન મારા તું !

દફનાવ દુ:ખને કોતરે,

ખુશીઓનો તું રાઝ શોધી લે.


થોડું થોડું કરી ચાલ જીવી લે !

ચાલ જીવી લે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama