Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharmistha Contractor

Inspirational

3  

Sharmistha Contractor

Inspirational

સમાધાન

સમાધાન

1 min
669


આવો બેસો, હવે મળીએ જરા,

છે.., સમાધાન વિચારે-વિચારે !


કેમ થઈ ગઈ આ મટુકી ખાલી,

પ્રેમ-અમીરસ ભરેલી-ભરેલી.

શાને આપણે ગયા રિસાઈ ?

રમત રમંતાં પ્યારી-પ્યારી.

કોઈક તરુવર છાયાં તળે,

મધુવન બાંકડે, યાદેં-યાદેં..

આવો બેસો, હવે મળીએ જરા,

છે.. સમાધાન વિચારે-વિચારે !


કેટલી સુંદર ? કેટલી મોહક ?

હતી અદાઓ નજારે-નજારે.

કોણે પીરના મોરલા ટાંક્યા,

હૃદય આંગણિયે ગહેંકી-ગહેંકી.

ચાલો ભેદીએ, નિ:શબ્દતાને,

યુગોની ઉર્મિ ઝંઝોળી-ઝંઝોળી.

આવો બેસો, હવે મળી એ જરા,

છે.. સમાધાન વિચારે-વિચારે !


શ્વાસ ફૂલોના, રંગત ફુલોની,

દર્દની સોયે પરોવી-પરોવી.

સોનેરી લટની આછેરી છાયા,

દિલના ઝરણે ઝબોળી-ઝબોળી.

ઝીણી ઝાંઝરી પહેરીને લયની,

કરીએ મીઠડું કલબલ-કલબલ.

આવો બેસો, હવે મળીયે જરા,

છે.. સમાધાન વિચારે-વિચારે !


Rate this content
Log in