STORYMIRROR

Sharmistha Contractor

Drama

3  

Sharmistha Contractor

Drama

આહ્વાન

આહ્વાન

1 min
188

ઓ..રે ! સખી !

તને ક્યારનો બોલાવું..

ખબર છે મને, તું આવશે જ.


પણ, આ વસંત વીતી જશે તો ?

પાનખર આવી જશે ને !

પછી કેમ કરી ખીલીશું ?


ઓ.. રે ! સખી !

પેલો ચંદ્ર જૂએ છે રાહ,

કળીઓના ખીલવાની.


વરસાવે સ્નેહ ને કરે આહ્વાન !

ઝાકળ સ્વરૂપે જુઓ સારી સારી રાત.

ને કળીઓ તો ખીલે..

છેક વહેલી પ્રભાતે !

જ્યારે ચંદ્ર નંદવાઈ.


ઓ.. રે ! સખી !

તને કરું આહ્વાન !

તું સમયસર આવ.

હવે ના..રે ! તડપાવ !

મુજ જીવન ખિલવ..

ઓ.. રે ! સખી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama