આંતર્વેદના
આંતર્વેદના
થાકી ધ્યાન હરિવર તારું ધરી ધરી.
તોય કરતી આશાએ એને ફરી ફરી.
ચાહત મારી તને પામવાની ભરી ભરી,
આવજે અવિનાશી તું મારે ખરાખરી.
ડગલે પગલે એક જ રટણ હરિ હરિ.
સ્વીકારજે સ્નેહ મારો તું, છું ખરી ખરી.
હશે ઉરે કામના ક્યાંક પ્રભુ જરી જરી,
મિટાવજે તુજ દર્શને ના રહું ડરી ડરી.
પાતકી પણ જાય તારા બળે તરી તરી,
શીદને માયાગ્રાસે રહેવાનું રે થર થરી.
ન દીસે ચર્મચક્ષુથી તું હરિ નરી નરી,
આવજે અબ્ધિવાસી હું તો વરી વરી.