STORYMIRROR

Bindya Jani

Drama

4  

Bindya Jani

Drama

રાખજો

રાખજો

1 min
373

પ્રેમનું દિલ મહીં આવરણ રાખજો, 

જીવવા સત્યનું વલણ રાખજો. 


સાચવી લો તમે ભીતરે ભાવના, 

લાગણીનું વહેતું ઝરણ રાખજો. 


જો વહે પાંપણે પ્રીતના આંસુ તો, 

પ્રેમનાં આવરણને કઠણ રાખજો. 


વાત છે પ્રીતની આ તમે સાંભળો, 

ને પછી તે હૃદયથી શ્રવણ રાખજો. 


'બિંદુ' સમ જિંદગી જીવશું પ્રેમથી, 

યાચના એટલી છે શરણ રાખજો. 


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Drama