"લગ્ન"
"લગ્ન"
1 min
239
બે દિલોને જોડતું પવિત્ર બંધન એટલે લગ્ન
સહજીવનની સ:રસ જીવનયાત્રા એટલે લગ્ન,
સપ્તપદીના સાત ફેરાથી સુરીલું બનતું અને
એકમેકના સંગાથે જીવાતું મૈત્રીપૂર્ણ જીવન એટલે લગ્ન,
અતૂટ વિશ્વાસની વેદી પર ચાલતું જીવન અને
પ્રભુની પરમ સમીપે લઈ જતું બંધન એટલે લગ્ન.