STORYMIRROR

MILAN LAD

Classics Inspirational Tragedy

2.4  

MILAN LAD

Classics Inspirational Tragedy

હજુ કેટલું..?

હજુ કેટલું..?

1 min
15.2K




જેણે સમજવું જ નથી તેને સમજાવવું કેટલું!

છોડોને જવા દો, એમને હવે કહેવું પણ કેટલું,


શું ફર્ક પડી જશે અગર એ ના હશે જિંદગીમાં,

રહીને આમ અળગા, જોઈ જીવાશે પણ કેટલું,


એમને તો આદત હતી આમેય નારાજ થવાની,

વાતે વાતે ભડકી જાય, એને હવે મનાવું કેટલું,


થોડું સુકુન લાગે છે આમ બેસીને દરિયા કિનારે,

બન્યા જે પથ્થરદિલ એના માટે રડવું પણ કેટલું,


પ્રકૃતિના પ્રેમમાં આજેય કોઈ કચાશ ના હતી,

હવાના આહ્લાદક સ્પર્શમાં જોને મામત કેટલું!


લાગણીના ભાવ જડ્યા ત્યાં અમે વેચાઈ ગયાં,

હવે તોલમોલ કરવામાં વધુ ભટકવું પણ કેટલું!


Rate this content
Log in

Similar gujarati poem from Classics