STORYMIRROR

Swati Silhar

Inspirational Romance Classics

4  

Swati Silhar

Inspirational Romance Classics

જિંદગીની ઉજાણી

જિંદગીની ઉજાણી

1 min
28.9K


સ્મિત જોઈ મારું, હૈયું તારું હરખાય,

દુઃખી જોઈ તને, આંખડી મારી છલકાય...

એને જિંદગીની ઉજાણી કહેવાય...

મારા મૌનની વાણી તને સંભળાય...

તે ના કહેલી વાત પણ મને સમજાય...

એને જિંદગીની ઉજાણી કહેવાય...

સુખ દુખની કરીએ વહેંચણી...

લાગણીઓની લ્હાળી થાય...

જીવન એક પ્રસંગ બને...

પ્રત્યેક ક્ષણ પ્રેમ સર્જાય...

એને જિંદગીની ઉજાણી કહેવાય...

ગમનો વાયરો પ્રવેશતા ગભરાય...

ઘર એવું ખુશીયોથી ઉભરાય...

તને મને જુએ જયારે...

સ્વંયમ સુખને ઈર્ષ્યા થાય...

એને જિંદગીની ઉજાણી કહેવાય.....

મોત આવીને ઉભુરે આંગણે...

ને એનેય જીંદગી જીવવાનું મન થાય...

એને જિંદગીની ઉજાણી કહેવાય...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational