STORYMIRROR

Swati Silhar

Abstract

3  

Swati Silhar

Abstract

અંતરના એકાંત..

અંતરના એકાંત..

1 min
13.7K


ઘર મકાનના બદલાતા ઘાટ,
ઈંટ રેતના આકાર એના એજ...

ઝરમર ટપકે કે વરસે મુશળધાર,
વાદળોના પ્રકાર એના એજ....

ખોદાય પર્વતોમાં કે પૂજાય મંદિરોમાં,
પત્થરો લાચાર એના એજ....

ઘુંઘરુંમાં શોભે કે ખનકે ઝાંઝરમાં,
ઘુઘરીના રણકાર એના એજ... 

બન્યાહો ઉજળા વ્યક્તિત્વ ભલે,
ભીતરના અંધકાર એના એજ...

બનીએ શોભા લાખો મહેફિલોની,
અંતરના એકાંત એના એજ...


Rate this content
Log in

Similar gujarati poem from Abstract