ફોકટ ફેરો
ફોકટ ફેરો
મહેનત કરી પર્વત ચડ્યાં
આડા ઊભી સૂરજને નડ્યાં
હવા ભરી આકાશે ઉડ્યાં
નીર ભરેલા વાદળ છેડ્યાં
અંધારી રાત્રે તારા તોડ્યાં
ભાઈ ભાંડુના માથા ફોડ્યાં
પાતાળે જઈ દરિયો ખોદ્યો
સાચોખોટો મુઠ્ઠી હીરો લાદ્યો
ધરતી પર જઈ ખાધા હીરા
આબરૂના ઉડ્યાં લીરે લીરા
અન્ન વગરના ભૂખ્યા સૂતાં
ચરણમાં કાંટા વગર જૂતા
વિના પાણી તરસ્યા મર્યા
ઘાસને બદલે કાંકરા ચર્યા
ફોકટમાં ગઈ મહેનત બધી
નરકમાં જઈ આ બુદ્ધિ લાધી
મહેનત કરી પર્વત ચડ્યાં
ઠેસ વાગીને ખીણમાં પડ્યાંં.
