STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

સમયને માન

સમયને માન

1 min
331

રૂઠે ત્યારે અહમને ઝૂકાવી જાય છે સમય,

ખુશીઓની પળોને ટૂંકાવી જાય છે સમય,


વીતે છે પલકારામાં વેળા મિલન તણી,

વિયોગની વાટમાં થોભાવી જાય છે સમય,


આમ તો બધા સારા હોય સારપ આપણી,

ભેદ તો યે નરસાનો બતાવી જાય છે સમય,


સુખ સાગરમાં દોડતી જિંદગીની સુંદર ક્ષણો,

દુઃખમાં ઈશ્વરથી મિલાવી જાય છે સમય,


નશ્વર કૈં પામવાની હોડમાં ને દોડમાં ન જાણે,

આત્મના લક્ષ્યને જ ગુમાવી જાય છે સમય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract