STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

દોટ મૂકી છે

દોટ મૂકી છે

1 min
375

દિલમાં કૈં અરમાન ભરીને વહેતાં જળમાં દોટ મૂકી છે,

આંખોમાં કૈં ખ્વાબ આંજીને આસમાનમાં દોટ મૂકી છે,


ઉંમર સમી લાંબી સડકો પર રાહ ભૂલીને દોટ મૂકી છે,

ઘેટાંની પાછળ ઘેટાં આંખે પાટા બાંધી દોટ મૂકી છે,


ભૌતિકની આંધી ઊઠી ને સંઘર્ષોએ દોટ મૂકી છે,

ભ્રષ્ટાચારની રેસ લગાવી સમૃદ્ધિએ દોટ મૂકી છે,


ધર્મ, ન્યાય ને નૈતિકતાને નેવે મૂકીને દોટ મૂકી છે,

આદર્શોનો આથો દઈને તકવાદી થઈ દોટ મૂકી છે,


ક્યાં જઈને રોકાશે ગાડી બ્રેક વગરની દોટ મૂકી છે,

ખબર નથી કે કબર સુધી શું પામી લેવા દોટ મૂકી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract