STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Others

માનવે વિકાસની દોટ મૂકી

માનવે વિકાસની દોટ મૂકી

1 min
385

ખોવાઈ ખેતી ઉદ્યોગોની આંધી ઉઠી,

ગૂંગળાયા ગામડાં શહેરીકરણનાં નામે,

માનવે વિકાસની દોટ મૂકી.


ઇમારતો ઊંચી જાણે જંગલ કોન્ક્રીટના,

વિલુપ્ત વૃક્ષો વીંખાયા માળા વિહંગોના,

માનવે વિકાસની દોટ મૂકી.


હર્યોભર્યો પાલવ પ્રકૃતિનો કર્યો મલિન,

દૂષિત કર્યો પ્રાણવાયુ ઉદ્યોગ રસાયણોથી,

માનવે વિકાસની દોટ મૂકી.


આંબ્યું આભ ચીરી ઓઝોનનું આવરણ,

ગ્રહોને છંછેડયા ન અટક્યો એટલેથી,

માનવે વિકાસની દોટ મૂકી.


શું શક્ય છે હજુયે પાછા વળવું પતનથી ?

વૃક્ષારોપણ અને દરકાર પર્યાવરણની કરી,

માનવે પ્રકૃતિના ખોળે દોટ મૂકી.


Rate this content
Log in