Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi "ઋજુ"

Abstract Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Others

ચાલી ગયા

ચાલી ગયા

1 min
234

જાણ્યું નહીં ને દેવ આવી દ્વારથી ચાલી ગયા,

એ મેળવીને હાથ મુજથી બ્હારથી ચાલી ગયા,

ક્યાં ઓળખું હું ઈશને મારી નથી એ પાત્રતા,

હું પાર્થ ભટકું ભવરણે ને સારથી ચાલી ગયા,

છે ઝંખના જલ્દી મળું પણ કદમમાં નહિ તીવ્રતા,

એના જ પદચિહ્નો પખાળું જ્યારથી ચાલી ગયા,

એ મુઠ્ઠીભર તાંદુલ માટે પણ નિભાવે મિત્રતા,

મૈત્રી તણા મૂલ્યો ધર્યા ને પ્યારથી ચાલી ગયા,

મારી પોકારે કેમ ના'વે સત્વમાં 'ઋજુ' ક્ષુદ્રતા,

ભાવો ભળે નહિ ભક્તિમાં એ ત્યારથી ચાલી ગયા.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract