STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

તરસતી રાત

તરસતી રાત

1 min
412

પ્રતીક્ષા નયનમાં આંજી તરસતી રાત ગઈ વીતી,

તમારી યાદમાં શબનમ વરસતી રાત ગઈ વીતી,


જુઓને આ અટૂલી રાત જેવી જાત છે મારી,

તમારી રાહમાં વાલમ સરકતી રાત ગઈ વીતી,


મરે છે એક વિણ બીજું અમર સારસ તણી જોડી,

તમારી વાતમાં અણનમ ઊતરતી રાત ગઈ વીતી,


હૃદયમાં રણઝણે છે બંસરીના નાદ સમ કોઈ,

તમારી આશમાં ધડકન ઊલઝતી રાત ગઈ વીતી,


હવે તો વાટ જોઈને સરે 'ઋજુ' આંખથી મોતી,

તમારી સાથ રહું હરદમ તડપતી રાત ગઈ વીતી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract