મૃગજળને તરસે
મૃગજળને તરસે
અકારણ જ તું આવી આ લાગણીઓમાં ભળે,
હું માંગુ તને હથેળીમાં પણ તું મને દુઆઓમાં મળે.!
ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે,
પછી, આંખોના રસ્તે ઝાંકળ બુંદ થઈ મનસે સરકે..
ક્યારેક આવી અચાનક સ્મિતની લાલિમામાં પ્રસરે,
વળી, લજામણી લજ્જા બની આ ચહેરાને સ્પર્શે..
આમ જ રાત' દિ મારામાં તું વિચારો થઈ વિચરે,
હવે આંખો બંધ કરું છું ને, તું શમણું થઈ મળે...
છે જિંદગી રણ જેવી, શ્વાસો પણ પળે પળ છળે,
સરકતો જતો આ સમય પણ હવે મૃગજળને તરસે.