સત્યતા
સત્યતા

1 min

17
સૂરજની લાલીમા એ ખુશનુમા પ્રકૃતિ ઘણી
ભૂલી જવાય છે ઊગતાને આથમવાનું હોય છે,
આ સિંદુરી ગગનની મહિમા પણ કેવી ન્યારી ?
ઉષા, નિશા અને રજની બની નીખરવાનું હોય છે,
વિશાળ આભલે ઊડવાની ઈચ્છા તો ઘણી જ
સહજપણે ધરાની હકીકતને સ્વીકારવાની હોય છે,
ખરી જાય છે પુષ્પો, પણ કિંમત બદલાતી નથી,
કેમકે એણે પણ અત્તરમાં બદલાવવાનું હોય છે,
સૂર્ય, ગ્રહો ને નક્ષત્ર બ્રહ્માંડની આ રચનામાં
સમયાંતરે તારાઓને પણ ખરવાનું હોય છે,
જીતને જીતવામાં ક્યારે મળે નિરાશાઓ છતાં,
પ્રખર પ્રયાસોમાં છૂપાયેલી આશાની કિરણો હોય છે,
લખાયેલી છે વ્યથા વ્યથાએ કથા ને કવિતા,
શાશ્વત જિંદગીની મહેકતી સત્યતા હોય છે.