શું લખું તને ?
શું લખું તને ?

1 min

364
શું લખું ? યાદ લખું કે ફરિયાદ લખું,
ચાલ, આજે મારા મનની વાત લખું,
માફી ! રાજી લખું કે નારાજી લખું,
નથી ખબર દરેક ક્ષણે કેમ પ્રત્યક્ષ લખું ?
ના ક્ષણમાં જપું કે ના પળમાં જપું !
મારી પ્રત્યક્ષ શ્વાસે તારું નામ જપું,
હું અંતમાં પણ તને અનંત લખું,
નશ્વર દુનિયામાં શાશ્વત પ્રતિક્ષા કરું,
અધૂરા સંવાદની પૂરી કહાણી લખું,
કે પછી કાગળ કલમની રવાની લખું.