અધૂરપ
અધૂરપ

1 min

171
રોકે તો પણ ક્યાં રોકાય છે !
હાથમાંથી સરરર છટકી જાય છે,
આ સદીઓનું જીવન પણ જાણે,
એક પળમાં જ વહી જાય છે,
પલક ખૂલે ને ઝબકે ત્યાં તો,
ઓજસ અંધારું છવાય જાય છે,
અજાણતાં પછી પછી કરતા કરતા,
સમયનાં વહાણાં વહી જાય છે,
મળશે નહીં ભીતરને સમય પસ્તાવાનો,
જયારે શ્વાસો પણ રૂઠી જાય છે,
આંખોમાં સપનાંની ભીનાશ ભળે,
ને કંઈક અધૂરું છૂટી જાય છે.