ખિસકોલી
ખિસકોલી
મારા ઘરનાં વરંડે કૂદતી આવી એક,
નાની શી રૂમઝુમતી ખિસકોલી,
ખિસકોલી તો છેેેેે નટખટ તોફાની,
પણ એ તો છે મારી સહેલી,
હુંં એને પ્રેમથી રહી જોતી ને,
કુદકતા-ફુદકતા તો એ બોલી,
જો હું તો આવી હરવાં નેેેે ફરવા,
પણ શું તું નીકળીશ બારણું ખોલી ?
પડી ગઈ વિચારમાં હું તો કેે,
આ તો કેવું સાચુંં એ બોલી,
જે ફરતા હતા છૂટથી આખા જગતમાં,
તે માનવજાત ના નીકળી શકે ઘર ખોલી,
છે કુદરતનો ખેલ કેવો કરામતી,
દરોમાં રહેતા જીવો ફરે છે બહાર, અને બહાર
ફરતાં માનવો પૂરાયા છે ઘરો મહીં,
પૂછ્યું મેં પ્રભુનેે, જોઈનેે કુદકતી ખિસ્કોલી,
પ્રભુ ! હું ક્યારે નીકળી શકીશ બહાર, મારા ઘરના બારણાં ખોલી ?
