રહે તું જો આસપાસ
રહે તું જો આસપાસ
રહે તું જો આસપાસ,
તો વાત બનશે ખાસ,
તારા વિના થાય ગૂંગળામણ,
તુજ થકી લેવાશે શ્વાસ,
ખૂલે ઘરનાં દ્વાર અકારણ,
તુજ આગમનનો ભાસ,
લોક હૈયે થાય અકળામણ,
મુજ હૈયે તારો વાસ,
તારો પ્રેમ મારું ખેડામણ,
મુજ લાગણીઓનો ચાસ.

