STORYMIRROR

Nirali Shah

Drama

3  

Nirali Shah

Drama

હું તો આવું છોડીને સંસાર

હું તો આવું છોડીને સંસાર

1 min
198

હું તો આવું છોડીને સંસાર,

શ્રીજી તારા ચરણોમાં,

 મને લાગે આ જગત અસાર,

 માયા કેરાં પડળોમાં.

હું તો આવું છોડીને સંસાર,


સુખભર્યા દિવસો આવ્યાં,

ખૂલ્યાં મંદિરના દ્વાર રે,

દર્શન કરીને ધન્ય તો થાઉં,

પ્રગટે પૂણ્ય પ્રકાશ, શ્રીજી તારા ચરણોમાં,

 હું તો આવું છોડીને સંસાર,


ગોકુળ જોયું, વૃંદાવન જોયું,

 જોયાં મેં તીરથ ઝાઝાં રે,

સત્સંગ કરીને પાવન હું થાઉં,

ઉમટે એજ અવાજ, શ્રીજી તારા ચરણોમાં,

હું તો આવું છોડીને સંસાર,


ભવસાગરમાં હું તો ફસાઈ,

હવે તું જ કરાવે પાર રે,

લખ ચોરાશીનાં બંધનો છૂટે,

 પામું હું મોક્ષ અમાપ, શ્રીજી તારા ચરણોમાં,

હું તો આવું છોડીને સંસાર,

 

અમીભરી નજરોને હું તો ઝંખું,

આશિષ મળે જો અપાર રે,

 જનમોજનમથી અરજ કરું હું,

 બનાવ મને તારી દાસ, શ્રીજી તારા ચરણોમાં,

હું તો આવું છોડીને સંસાર,

 

દીન દુઃખીયાનો બેલી થઈને,

હર્યા દુઃખ તે હજાર રે,

ગરીબોનો આધાર છે તું તો,

બનાવે નિર્ધનને ધનવાન, શ્રીજી તારા ચરણોમાં,

હું તો આવું છોડીને સંસાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama