STORYMIRROR

Bharat Thacker

Drama

3  

Bharat Thacker

Drama

જેવર

જેવર

1 min
220

ઝાંઝર, નારીના પગનું જાજરમાન જેવર છે,

ઝાંઝર લાગે પગમાં અને બદલી જાય તેવર છે,

ઝાંઝર છે, ચાલતું ફરતું ઝરમર ઝરમર સંગીત,

ઝાંઝર, શાસ્ત્રીય નૃત્ય માટેનું કલેવર છે,


મતવાલી હોય ચાલ અને ઉપર ઝાંઝરની કમાલ,

છમ છમ – રૂમઝૂમ – ઝનક ઝનકની હોય ધમાલ,

ઝાંઝર છે, ચાલતું ફરતું ઝરમર ઝરમર સંગીત,

ઝાંઝર ઝનકે છે બની ને જવાન દિલોની તાલ,


ઘણીવાર હાથમાં મજબૂરીની લકીર હોય છે,

પગમાં ઝાંઝર હોય પણ ગીરવે ઝમીર હોય છે,

ઝાંઝરમાં ત્યારે નિહિત છે કરુણામય સંગીત,

તવાયફે પહેરેલ ઝાંઝર એની જિંદગીની ઝંઝીર હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama