STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

આંખ નું દર્પણ, સંબંધો નું સમર્પણ

આંખ નું દર્પણ, સંબંધો નું સમર્પણ

1 min
55

StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 45

November 15, 2024


 

આંખ નું દર્પણ, સંબંધો નું સમર્પણ

 


આંખ છે કુદરતની સહુથી અનમોલ ભેટ, આંખ અનોખું વર છે

આંખ ના કેમેરા માં કેદ સંબંધની ભાવના, થતી રહે ઉજાગર છે

 

જીવ સૃષ્ટિમાં દરેક મા ની આંખોમાં દેખાય છે વાત્સલ્યનું અમી

દરેક પિતાની આંખો જુઓ તો, કર્તવ્ય ભાવના થી સભર છે

 

ભાઈની આંખ માં ઝાકો તો દેખાશે હંમેશ લાગણીનું વહેતું ઝરણું

બહેનની આંખ જ્યારે જુઓ ત્યારે પવિત્ર હેત થી તરબતર છે

 

પત્નીની આંખોમાં છલકતો હોય છે દુનિયાભરનો પ્રેમ છલોછલ

સહુથી વધુ મજબૂત સહારા ની પ્રતિતિ, પતિની આંખો માં ચાર પ્રહર છે

 

શિષ્યની આંખ મા ઝળકતી હોય છે જિંદગીની અવનવી અવઢવ

સાચી નજરથી જોજો, ગુરૂજી ની આંખ મા દેખાય જિંદગીનો રાહબર છે

 

કવિની આંખમાં દેખાતી હોય છે અવનવી કલ્પનાઓની લહર 

સાચા સંતની આંખ મા જોવા મળે ક્ષમા અને કરૂણાની ઝરમર છે 


 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

                                                              ગાંધીધામ – કચ્છ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract