STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3.9  

Bharat Thacker

Abstract Inspirational

રતન તાતા - ભારત રત્ન

રતન તાતા - ભારત રત્ન

1 min
259


StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 44

November 9, 2024


 

રતન તાતા - ભારત રત્ન

 

 

રતન તાતાનું નામ, આપણા દેશ માટે આન, બાન અને શાન છે

દીર્ઘદ્રષ્ટા અને પરોપકારી રતન તાતા, સમગ્ર દેશનું સન્માન છે

 

રતન તાતા યુવા વર્ગ માટે, બનીને રહેશે હંમેશા પ્રેરણા સ્ત્રોત

સફળતા સાથે નમ્રતા અને કરુણા નું જુઓ, જીવંત અનુસંધાન છે

 

ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મળી રહ્યું રતન તાતાનું જરૂરી માર્ગદર્શન

સ્વપ્નશીલ નવી પેઢીને સાથ આપીને બનાવ્યા એમને બધી રીતે બળવાન છે 

 

અન્યના સપના માટે પણ રતન તાતાનું રહ્યુ હંમેશા અતુટ સમર્થન

પોતાના કે પારકા ન હતી ભેદરેખા, દરેકની સમસ્યા ને આપ્યું સમાધાન છે

p>

 

સ્વચ્છતા, સફાઈ અને સ્વાસ્થ્ય છે દરેક દેશની પ્રગતિ માટે જરુરી

ભારત સરકારના આ મિશન અને આંદોલન માટે એમનું આગવું પ્રદાન છે

 

આંતકવાદના પડકારને આપ્યો હતો તેમણે પોતાની ભાષામાં અલગ જવાબ

હોટલ તાજ ને ફરી ખોલી, ભારતની એકજુથતાનું નિભાવ્યું આહવાન છે 

 

ભારત રત્ન કોને કહેવાય એ સમજી શકાય રતન તાતા ની જિંદગી જોઈને

રતન તાતા એટલે જ્ઞાન, વિજ્ઞાન અને આત્મજ્ઞાનની પહેચાન છે 

 

 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

                                                              ગાંધીધામ – કચ્છ


Rate this content
Log in